Blogger Widgets
રાજ બાંભણિયા આપનું હાર્દિક સ્વાગત કરે છે.

સુવિચાર


સુવિચાર: "જે માણસ જરા પણ સમય ગુમાવતો નથી તેને સમયના અભાવની ફરિયાદ કરવાનો સમય જ નથી."

Jokes

Jokes
સંતા - મને તો મારા મિત્રએ કહ્યું હતુ કે તમારું અવસાન થઈ ગયુ છે. બંતા- કેવી વાત કરી રહ્યા છો, હું તો તમારી સામે જ જીવતો ઉભો છુ. સંતા- હું તમારી વાતથી વધારે મારા મિત્રની વાત પર વિશ્વાસ કરું છું....

બંટી- પપ્પા, આ રાવણ કોણ હતો ? પપ્પા - તુ સ્કુલે જાય છે તો તને ખબર નથી કે રાવણ કોણ હતો ? જા જઈને મહાભારત જો, તને ખબર પડી જશે....

પતિ - આજે કોણ જાણે કોનુ મોઢુ જોયું હતુ કે આખો દિવસ ખાવાનું ન મળ્યું. પત્ની - મારુ માનો તો, બેડરુમમાંથી અરીસો હટાવી લો, નહિ તો રોજે-રોજ આ જ ફરિયાદ રહેશે....

કેમ સંતા પોતાના બાળકોને ફેરવી રહ્યા છો? સંતાએ ગુસ્સાથી એક વ્યક્તિને જવાબ આપ્યો- મારા નહીં, ગધેડા નાં બાળકો છે. વ્યક્તિ - ત્યારેજ તો તમારા જેવા દેખાઈ રહ્યાં છે....

મધુ - તમારા શરીર પર આ શાના નિશાન છે.? શ્રીમતી પોપટ - કાલે મારા પતિએ મને માર્યુ હતું. મધુ - પણ તમારા પતિ તો ગઈકાલે બહાર ગયા હતા ને ? શ્રીમતી પોપટ- હુ પણ એવું જ સમજતી હતી....


સંતા - ક્યાં જઈ રહ્યાં છો ? બંતા- હુ મારે ગામ જઈ રહ્યો છું ? સંતા - પણ હાથમાં આ દૂરબીન કેમ છે ? બંતા- અસલમાં, હું મારા એક દૂરનાં સગાંને જોવા જઈ રહ્યો છુ....

પતિ - હે ભગવાન, હું આ જીવનથી ત્રાસી ગયો છુ, પ્લીઝ મને ઉઠાવી લો. પત્ની - નહી ભગવાન, મારા પતિ પહેલા મને ઉઠાવી લો. પતિ - ઠીક છે ભગવાન, હુ મારી ઈચ્છા પાછી ખેંચુ છુ, પહેલા મારી પત્નીની ઈચ્છા પૂરી કરો....

સોનલ (પતિને) - તમે મને મારા નામથી ન બોલાવશો, તમારુ જોઈને બાળકો પણ મને નામથી બોલાવે છે. પતિ - તો શુ હુ પણ તને મમ્મી કહુ ?...

રીંકુ - શુ તુ ખાધા વગર જીવતો રહી શકે છે ? મીંકુ - નહી. રીંકુ - પણ હુ રહી શકુ છુ. મીંકુ - કેવી રીતે ? રીંકુ - નાશ્તો કરી ને....


છોટુની પત્ની છોટુને કહી રહી હતી કે, ‘આ શું બોલ બોલ કરો છો તમે ? ‘મારું ઘર’, ‘મારી કાર’, ‘મારા બાળકોએમ કહેવા કરતાં તમે આપણુંશબ્દ વાપરતા હોવ તો ! ભાષા તો જરા સુધારો. ચાલો ઠીક છે, હવે એ તો કહો કે આ કબાટમાં ક્યારના તમે શું શોધો છો ?’
છોટુ : આપણું પાટલૂન શોધું છું.
*******************
છોટુ રસ્તા પર ગમેતેમ, વાંકીચૂંકી મોટર ચલાવતો હતો. ટ્રાફિક પોલીસે એને પકડ્યો.
છોટુ : સાહેબ, હું તો હજી શીખું છું.
પોલીસ : પણ અલ્યા શિખવાડનાર વગર જ !
છોટુ : સાહેબ, આ કૉરસ્પોન્ડન્સ કૉર્સ છે !!
*******************
છગન : અલ્યા તું બધા એસ.એમ.એસમને બે-બે વાર કેમ મોકલે છે ?
મગન : એ તો એટલા માટે કે કદાચને તું એક ફોરવર્ડ કરી દે તો બીજો તો તારી પાસે રહે ને !
*******************
શિક્ષક : છોકરાઓ, સાયક્લોન એટલે શું ?
છોટુ : હું કહું સાહેબ.
શિક્ષક : હા, બોલ ને ! સાઈક્લોન એટલે ?
છોટુ : સાઈકલ ખરીદવા માટે જે લોન આપે ને…..
*******************
છોટુ સાઈડ પર કાર પાર્ક કરીને જલ્દીથી મેડિકલ સ્ટોરની દુકાને પહોંચ્યો અને દુકાનદારને કહ્યું : જલ્દી, હેડકી બંધ થાય એની કોઈ દવા આપોને.
દુકાનદાર તરત કાઉન્ટર કુદીને બહાર આવ્યો અને છોટુને એક જોરદાર લાફો ઝીંકી દેતાં કહ્યું : મને લાગે છે હવે આપની હેડકી બંધ થઈ ગઈ હશે.
છોટુ એ ગાલ પંપાળતા કહ્યું : યાર, જોયા વગર જ ઝીંક્યા કરો છો. હેડકી તો સામેની કારમાં બેઠેલી મારી પત્નીને આવે છે.
*******************
એકવાર બાપુ વજેસંગનો મોબાઈલ બગડી ગયો. દુકાનદારે પૂછયું : સેમસંગનો છે ?’
બાપુ કહે : વજેસંગનો છે.
*******************
પત્ની : (પતિને) ગઈકાલે રાત્રે તમે મને નિંદરમાં ગાળો કેમ આપતા હતા ?
પતિ : અહીં જ તારી ભૂલ થાય છે.
પત્ની : કેવી ભૂલ ?
પતિ : એ જ કે હું નિંદરમાં હતો.
*******************

ગટુએ એના બાળકોને કહ્યું : જે આજે રાત્રે જમવાનું નહીં માગે તેને મારા તરફથી રૂપિયા પાંચનું ઈનામ આપવામાં આવશે.
બધાં બાળકો પાંચ રૂપિયા લઈને સુઈ ગયા. બીજે દિવસે સવારે શ્રીમાન ગટુએ બાળકોને ફરીથી કહ્યું :
જે આજે મને પાંચ રૂપિયા પાછા આપશે તેને જમવાનું મળશે !
*******************
છોટુનો ચહેરો ઊતરેલો જોઈને તેના મિત્રએ એને પૂછયું : અલ્યા છોટુ, તારો ચહેરો કેમ ઉતરી ગયો છે ? શું થયું ?
છોટુ : મેં મારા મિત્ર ગટુને કૉસ્મેટિક સર્જરી કરાવવા માટે રૂપિયા પચાસ હજાર આપ્યા હતા. પણ હવે મને ચિંતા એ વાતની છે કે હું એને ઓળખીશ કેવી રીતે ?
*******************
અધ્યાપક : તું મોટી લડાઈ વિશે જાણે છે ?
ચિન્ટુ : હા જાણું છું.
અધ્યાપક : તો તો બતાવઆ કલાસના સર્વે વિદ્યાર્થીઓને
ચિન્ટુ : ના સાહેબ, મારા મમ્મીએ ઘરની વાત બહાર કરવાની ના પાડી છે.
*******************
પતિ (પત્નીને) : જ્યારે યુધિષ્ઠિર જેવા યુધિષ્ઠિર પણ જુગાર રમતા હતા તો પછી તું શા માટે મને રોકી રહી છે.
પત્ની : ઓ.કે. હવે તમને હું રોકીશ નહીં, પણ મારી એક વાત ધ્યાનમાં રાખજો.
પતિ : કઈ વાત ?
પત્ની : કે દ્રોપદીને પાંચ પતિ હતા
*******************
એક કવિરાજને રોજ નવા નવા ચંપલ પહેરતા જોઈ તેમના પાડોશીએ પૂછયું : કવિરાજ, તમારી લોટરી લાગી છે કે શું ? રોજ નવા નવા ચંપલ પહેરો છો ?
કવિરાજ : એવું જ સમજી લો સાહેબ. વરસોથી કવિ સંમેલનમાં જાઉં છું પણ આજે પહેલીવાર કોઈ શ્રોતાએ મને બે ચંપલથી માર્યો છે.
*******************
લીલા : કાલે તમારા કુતરાએ મારી સાસુને પગે બચકું ભર્યું.
શીલા : માફ કરજો બહેન, એવું હોય તો હું તેના બદલે પૈસા આપવા તૈયાર છું.
લીલા : પૈસાની વાત નથી કરતી પણ હું એમ ઈચ્છું છું કે તમારો કુતરો જો મને વેચો તો કેટલા રૂપિયા મારે આપવાના ?
*******************
હોમિયોપેથી ડૉકટર : બહેન, હું તમને આ ચાર પડીકી આપું છું. તમારે દરરોજ એક પડીકી લેવી.
મહિલા : ડૉકટર સાહેબ, આ વખતે પાતળા કાગળમાં બાંધજો. ગયા વખતે પડીકી ગળવાથી ગળામાં ખૂબ તકલીફ પડી હતી.
*******************
પંડિતે કુંડલી જોતાં એક સ્ત્રીને પૂછયું : તો તમે તમારા ઈશ્કી-લડ્ડુ પતિનું ભવિષ્ય જાણવા માગો છો ?
પત્નીએ તરત કહ્યું : ના, ભવિષ્ય નહીં, માત્ર ભૂતકાળ જાણવા ઈચ્છું છું. એમનું ભવિષ્ય તો મારા હાથમાં છે.
*******************
ન્યાયાધીશ : મને જાણવા મળ્યું છે કે તેં પત્નીને ડરાવી, ધમકાવીને, ગુલામની જેમ ધરમાં રાખી છે ?
ગુનેગાર : સાહેબ, વાત એમ છે કે
ન્યાયાધીશ : બસ, બસ એની સ્પષ્ટતા કરવાની જરૂર નથી. તું માત્ર એટલું જ કહે કે, તેં આ ચમત્કાર કર્યો કેવી રીતે ?
*******************


અમિત : અરે, આટલો ગભરાય છે કેમ ? થોડા દિવસોમાં તો તું રેણુને ભૂલી જઈશ.
વિરેન્દ્ર : ના. એટલી ઝડપથી કેવી રીતે ભૂલી જાઉં. એને મેં હીરાની વીંટી ભેટ આપેલી, તેની કિંમતના હપ્તા ચુકવતા સુધી એ તો યાદ રહેવાની !
*******************
ટીચર મિસ મહેતા : ચંદુ, તને હોમવર્કમાં આપેલો આ નિબંધ મને મિસ મહેતા શા માટે ગમે છે ?’ એ તારા પપ્પાએ લખી આપ્યો છે ?
ના, પપ્પા રાજીખુશીથી લખતા હતા, પણ મમ્મીએ ના પાડી.ચંદુ બોલ્યો.
*******************
જેલર : અમે અહીં પ્રત્યેક કેદી પાસે તે બહાર જે કામ કરતો હોય તે કરાવીએ છીએ. તું શું કરતો હતો ?
કેદી : જી, હું ઘેરઘેર ફરીને ફેરી કરતો હતો.
*******************
તમે તે કાંઈ માણસ છો ?’ ડૉકટરે તેમના દર્દીને કહ્યું.
કેમ, એમ બોલો છો, સાહેબ ?’
ત્યારે શું ? દાંત કઢાવતી વખતે તમે એટલી બધી બૂમો પાડતા હતા કે મારા ત્રણ દર્દીઓ જતા રહ્યા
*******************
ગંભીર હાલતમાં પહોંચેલા દરદીની વિદાય લેતાં દાકતર ઉમંગભેર બોલ્યા, ‘કાલે હું તમને પાછો મળીશ.
બેલાશક, આપ તો મને મળશો જ.દરદીએ જવાબ દીધો. પણ હું આપને મળી શકીશ ખરો ?’
*******************
કવિ : કાલે રાતે મારા ઘરમાં ચોર ઘૂસેલા.
મિત્ર : શું ચોરાયું ?’
કવિ :તે બધા ઓરડા ખૂંદી વળ્યા ને આખરે ટેબલ પર પાંચ રૂપિયાની નોટ મૂકીને જતા રહ્યા.
*******************
ભિખારી : આમ તો હું એક લેખક છું. મેં એક ચોપડી લખેલી : પૈસા કમાવાની એકસો તરકીબો
વેપારી : તો પછી આમ ભીખ શીદને માગે છે ?
ભિખારી : એ સોમાંની જ આ એક તરકીબ છે.
*******************
ગ્રાહક : આ પુસ્તકની કિંમત ચાલીસ રૂપિયાને સાત પૈસા કેમ રાખી છે ? ચાલીસ રૂપિયા રાખી હોત તો ન ચાલત ?
પ્રકાશક : ચાલતી હોત, તો બિચારા લેખકને શું મળત ?
*******************
બોસ : મૃત્યુ પછીના જીવનમાં તમે માનો છો ?’
નવયુવાન : હા, સર.
બોસ : અચ્છા. તો તો બરાબર. આ તો શું કે તમે તમારા દાદાની અંતિમક્રિયા માટે ગયા પછી કલાકેક બાદ એ તમને અહીં મળવા આવેલા !
*******************
ઘણા મહિના રાહ જોયા પછી અમેરિકાનું નાગરિકત્વ મળ્યાનો પત્ર વાંચતા પતિએ પત્નીને કહ્યું : લે, આ જો આપણને અમેરિકાનું નાગરિકત્વ મળી ગયું.
પત્નીએ રસોડામાં વાસણ માંજતા હાથ ધોઈને જવાબ આપ્યો : અચ્છા ! તો હવે ઝટ અંદર આવો અને આ વાસણ સાફ કરી નાખો.
*******************
મિત્ર : આજે તારો ચહેરો સારો લાગે છે, રાતે ઊંઘ આવી ગઈ હતી ?’
અનિદ્રાનો રોગી : હા, કાલે રાતે ઊંઘ આવી ગઈ હતી પણ ઊંઘમાં મને સપનું આવ્યું કે મને ઊંધ નથી આવી !
*******************
નટુ : મારી પત્નીની યાદશક્તિ ભયંકર ખરાબ છે.
ગટુ : કેમ, એમને કશું યાદ નથી રહેતું કે શું ?
નટુ : ના યાર, એને બધું જ યાદ રહે છે, એ જ મોટો પ્રોબલેમ છે !!
*******************
પત્ની લીલીએ પતિ છગનનું ખૂન કરી નાખ્યું એટલે કેસ ચાલતા કોર્ટે લીલીને ફાંસીની સજા કરી.
સજા સાંભળીને રડતી લીલી બોલી, ‘જજ સાહેબ, મારી ઉપર રહેમ કરો…. હું વિધવા છું.
*******************
છગને સ્કુટરવાળા મિત્ર મગનને કહ્યું, ‘ચાલ સ્ટેશને જઈએ. મારો એક મિત્ર આવવાનો છેતને 50 રૂ. આપીશ.
પણ માન કે તારો મિત્ર ન આવે તો ?’ મગને શંકા વ્યક્ત કરી.
જો ન આવે તો…’ છગન બોલ્યો, ‘100 રૂ. આપીશ અને ફર્સ્ટકલાસ હોટલમાં ફર્સ્ટકલાસ જમાડીશ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો